Inter Caste Marriage in Odisha: ઓડિશાના એક ગામથી ચોંકાવનારી ઘટના બની છે, જેણે સૌને વિચારવા પર મજબૂર કરી દીધા છે. અહીં રાયગઢા જિલ્લાના કાશીપુર બ્લોકના ગોરોખપુર પંચાયતના બૈગનગુડા ગામમાં એક લવ મેરેજને લઈને જાતિગત ભેદભાવની માનસિકતા સામે આવી છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.
ગામની એક અનુસૂચિત જનજાતિ(ST) સમાજની એક યુવતીએ બીજા ગામના અનુસૂચિત જાતિ(SC)ના યુવક સાથે (આંતરજાતીય) લવ મેરેજ કરી લીધા. જેના કારણે યુવતીના પરિવાર અને તેના ગામના લોકો તેનાથી નારાજ થઈ ગયા.