– નવી નેશનલ એજયુકેશન પોલિસીની ભલામણોને આધારે નિર્ણય
– પ્રથમ વખત ફેબુ્રઆરીમાં લેવાનારી પરીક્ષા ફરજિયાત જ્યારે બીજી વખત મેમાં લેવાનારી પરીક્ષા મરજિયાત રહેશે
નવી દિલ્હી : ૨૦૨૬થી સીબીએસઇના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત પરીક્ષા આપી શકશે. જો કે આ માટે વિદ્યાર્થીઓએ ફેબુ્રઆરીમાં લેવાનારી પ્રથમ પરીક્ષા ફરજિયાતપણે આપવી પડશે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
બીજી વખત મે મહિનામાં પરીક્ષા લેવામાં આવશે.