Rahul Gandhi Attack On BJP : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના એજ્યુકેશન, શાળાઓની સ્થિતિ અને શાળામાં એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓના ઘટાડા મામલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે સોમવારે (30 જૂન) આરોપ લગાવ્યો કે, ભાજપનું વિકાસ મોડેલ ગરીબો, ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC)ના બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી લેવાનો છે. લોકસભામાં વિપક્ષના નેતાએ કેટલાક સ્ક્રીનશોટ ફેસબુક પર શેર કર્યા છે.
2014થી દેશભરમાં 84,441 સરકારી શાળાઓ બંધ કરાઈ : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ‘ભાજપનું વિકાસ મોડેલ ગરીબો, ખાસ કરીને SC, ST અને OBC બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી લેવાનું મોડેલ છે.