બિહારની જેમ દેશભરમાં અનેક મતદારોની બાદબાકી થવાનો આરોપ
1987 બાદ જન્મેલા લોકો પાસે માતા-પિતાની નાગરિકતાના દસ્તાવેજો માગવામાં આવી રહ્યા હોવાનો દાવો
તિરૂવનંતપુરમ: ચૂંટણી પંચ બિહાર બાદ હવે અન્ય રાજ્યોમાં પણ મતદારોનું વેરિફિકેશન કરવા જઇ રહ્યું છે. જેની સામે કેટલાક રાજ્યો વિરોધ કરી રહ્યા છે. આ રાજ્યોમાં દક્ષિણ રાજ્ય કેરળ પણ જોડાયું છે. કેરળે મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆર સામે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો છે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.