ટ્રમ્પની નીતિઓથી અમેરિકન ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
બ્રિક્સ દેશો થોડો સમય પણ એક્તા દર્શાવી શકશે તો ટ્રમ્પને ટેરિફના મોરચે નાકલીટી તાણવાની ફરજ પડી શકે
નવી દિલ્હી: કહેવત છે કે ભેંસના શીંગડા ભેંસને ભારે પડેઅમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ આવું જ થયું છે. તેમણે નાખેલા ટેરિફ હવે તેમને જ નડી રહ્યા છે. તેના ટેરિફના કારણે આજે પરિસ્થિતિ એવી આવી છે કે અમેરિકન ખેડૂત તેમની મકાઈ અને સોયાબીનનો પાક વેચવા સંઘર્ષ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ભારત-ચીન મક્કમ રહ્યા તો અમેરિકાને તેની સોયાબીન-મકાઈ ખરીદનાર કોઈ નહીં મળે.