– સોનિયા-રાહુલ સામેનો આ ઓપન એન્ડ શટ કેસ : કોર્ટમાં ઇડીનો દાવો
– કોંગ્રેસે 90 કરોડની લોન આપી બદલામાં ગાંધી પરિવારે એજેએલની કરોડોની સંપત્તિ માત્ર 50 લાખમાં હડપી લીધી : એજન્સી
– વર્ષોથી ઇડીએ કઇ જ ના કર્યું ને એક ખાનગી ફરિયાદ પકડી લીધી, આ વિચિત્ર કેસમાં કોઇ સંપત્તિ જ નથી : કોર્ટમાં સોનિયા
નવી દિલ્હી : દિલ્હીની વિશેષ કોર્ટમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દૈનિક સુનાવણી ચાલી રહી છે. કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ કોર્ટને કહ્યું હતું કે આ ઓપન એન્ડ શટ કેસ છે. જ્યારે કોર્ટે ઇડીને સવાલ કર્યો હતો કે શું આ કેસમાં કોંગ્રેસ પક્ષને પણ આરોપી બનાવવામાં આવ્યો છે ?