અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલના બાળકો માટે અત્યંત મહત્વપુર્ણ એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે..
અમદાવાદની નિશાન સ્કુલમાં એન.એન.ચૌધરી જેસીપી ટ્રાફિક વિભાગ અમદાવાદના વરદ હસ્તે એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા વિધ્યાર્થીઓને ટ્રાફિક અવરનેશ, ટ્રાફિકના નિયમનોનું પાલન, સતર્કતા, સુરક્ષા, સલામતી અને સાવધાનીના પાઠ ભણાવવામાં આવશે. જેનાથી બાળકોમાં શિસ્તબધ્ધતા કેળવાય, તો માર્ગ અકસ્માત તથા ગુનાખોરીના આંકમાં ઘટાડો થઈ શકે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓને દર શનિવારે બેગલેસ ડે જાહેર કરાયો છે. શનિવારના દિવસે શાળામાં બાળકોને વિવિધ પ્રેરણાદાયી પ્રવ્રુત્તિઓ કરાવીને બાળકોના માનસિક અને શારિરીક વિકાસ કરવાના પ્રયાસો કરાશે.જે અંતર્ગત અમદાવાદ શહેર પોલિસ કમિશનર જી એસ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક એન.એન.ચોધરીની પ્રેરણાથી એક નઈ સોચ નામના પ્રેરણાદાયી અને અત્યંત મહત્વપુર્ણ પ્રોજેક્ટ શરુ કરવાનો સંકલ્પ કરાયો હતો.
સ્કુલ ખાતે ટ્રાફિક વિભાગના જેસીપી એન.એન.ચોધરી, ડીસીપી નીતાબેન દેસાઈ, એસીપી એસ જે મોદીના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરાયું હતું. સ્કુલના બાળકોએ તાલીઓના ગડગડાટ સાથે એક નઈ સોચ પ્રોજેક્ટને વધાવ્યો હતો. સુકલના સંચાલક, મેનેજીંગ ટ્રસ્ટી, પ્રિન્સીપાલ,શિક્ષકો દ્વારા પોલીસ અધિકારીઓનું ભવ્ય સન્માન કરાયું હતું. એસીપી એસ જે મોદીએ બાળકોને ટ્રાફિક ના નિયમો પાલન કરવા ની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
કાર્યક્રમમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પીઆઇ, પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.