Supreme Court On Symbol controversy : સુપ્રીમ કોર્ટે સોમવારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથને પાર્ટીનું ચિન્હ “ધનુષ્ય અને તીર” ફાળવવાના નિર્ણય સામેની અરજીની સુનાવણી માટે ઑગસ્ટ મહિનાનો સમય નક્કી કર્યો છે.
જસ્ટિસ સૂર્યકાંત અને જાયમાલ્ય બાગચીની બેંચે આજે (14 જુલાઈ) કહ્યું હતું કે, ‘આ મુદ્દો ઘણા સમયથી છે અને અનિશ્ચિતતા રાખવાને લઈને મંજૂરી આપી શકાય નહીં.’ બેંચમાં ઉદ્વવ જૂથ તરફથી ઉપસ્થિત વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ‘આ મામલનો નિર્ણય ઑગસ્ટ મહિનામાં આવશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેઓ આ મામલાનો ઝડપી નિકાલ લાવવાની માગ કરી રહ્યા છે.’
વિપક્ષીની પાર્ટીને ચિન્હ સોંપવાનો નિર્ણય કોર્ટના નિર્ણયની વિરૂદ્ધ
જ્યારે શિંદે જૂથમાંથી ઉપસ્થિત વરિષ્ઠ અધિવક્તા નીરજ કિશન કૌલે કહ્યું કે, ‘કોર્ટે આ મુદ્દાને લઈને તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો હતો.’ જ્યારે સિબ્બલે કહ્યું કે, ‘વિધાનસભા અધ્યક્ષનો 2023માં વિપક્ષીની પાર્ટીને ચિન્હ સોંપવાનો નિર્ણય કોર્ટના નિર્ણયની વિરૂદ્ધમાં હતો.’
આ પણ વાંચો: મરાઠી ભાષા વિવાદ ઊભો કરનારા રાજ ઠાકરેની મુશ્કેલી વધી, NSA હેઠળ કાર્યવાહીની માગ
‘સુનાવણીની તારીખ પછી…’
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, ‘અમે આ મામલે સુનાવણીની તારીખ પછી જણાવીશું.’ મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષના નિર્ણય સામેની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી, 7 મેના રોજ, સુપ્રીમ કોર્ટે ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. એ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘આ મામલો ઉનાળુ વેકેશન બાદ ધ્યાને લઈશું.’ 10 જાન્યુઆરી, 2024ના રોજ, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિંદે સહિત શાસક જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની શિવસેના (UBT) ની અરજીને ફગાવી દીધી હતી.