કલોલ : કલોલના બિલેશ્વરપુરા પાસે હાઇવેના સવસ રોડ ઉપર એક આધેડ
શાકભાજીની લારી લઈને પસાર થતા હતા ત્યારે ક્રેનના ચાલકે ટક્કર મારી હતી આ
અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ક્રેનના
ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે
આ બાબતે મળતી વિગતો અનુસાર બિલેશ્વરપુરા માં રહેતા અમરતભાઈ
મંગળભાઈ દંતાણી શાકભાજીની લારી લઈને બિલેશ્વરપુરા થી રાજપુર તરફ જતા સવસ રોડ ઉપરથી
પસાર થતા હતા તે વખતે ટક્રેન નંબર જીજે ૧૮ એસ.એસ ૧૦ ૫૩ ના ચાલકે તેમને ટક્કર મારી
હતી આ અકસ્માતમાં તેમને શરીરે ગંભીર ઇજાઓ તથા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું
બનાવ અંગે પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.