Bharuch Police : ભરૂચના કવિઠા ગામ ખાતે પત્નીએ પતિની પ્રેમિકાને ઘરે બોલાવી ઢીકાપાટુનો માર મારતા ફરિયાદના આધારે નબીપુર પોલીસે ચાર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ભરૂચના કવિઠા ગામ ખાતે રહેતી 22 વર્ષીય નિશાબેન (નામ બદલ્યું છે) એ ફરિયાદમાં કહ્યું હતું કે, ફળિયામાં રહેતા સુનિલ અશોકભાઈ વસાવા સાથે મારે પ્રેમ સંબંધ છે. ગઈ તા.16 સપ્ટેમ્બરના રોજ અમે બંને ઝઘડિયા ખાતે રોકાયા હતા. તા.18 સપ્ટેમ્બરના રોજ સુનિલની પત્ની રેણુકાએ સુનિલને ફોન કરી જણાવ્યું હતું કે, ઘરે આવો પપ્પાએ દવા પી લીધી છે. અને આપણે ત્રણેય સાથે મળીને રહીશું. જેથી મે સુનિલ સાથે સુનિલના ઘરે પહોંચી હતી. આ દરમ્યાન રેણુકાબેન તથા તેની માતાએ મને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જ્યોતિબેન તથા પાડોશી જશોદાબેનએ મને ગાળો આપી સુનીલ સાથે સંબંધ રાખે તો મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ચારેય મહિલાઓ વિરુદ્ધ મારામારી, ધાકધમકી સહિતની ધારાઓ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.