Parliament Monsoon Session Attendance System : સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવાનું છે, ત્યારે સંસદમાં સાંસદોની હાજરી ભરવા માટે નવી વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી થઈ ગઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ‘એટેન્ડન્સ’ની નવી વ્યવસ્થા મુજબ હવે સાંસદોએ લૉબીમાં નહીં, પરંતુ તેમને ફાળવેલ બેઠક પર જ હાજરી પુરાવી શકશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, હાજરી ભરવાની નવી વ્યવસ્થાથી સમયની બચત થશે, કારણ કે ઘણી વખત એકસાથે અનેક સાંસદો હાજરી નોંધાવવા માટે પહોંચતા ઘણા સમયનો વેડફાટ થતો હતો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, કેટલાક સાંસદો ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધા વગર પોતાની હાજરી પૂરાવી જતા રહેતા હોય છે.
સાંસદોને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ જાણવા માટે સમય અપાશે