– જૂના રેકિંગ મુજબ ગયા વર્ષે અમદાવાદ પાંચમા ક્રમે હતું
– ત્રણથી દસ લાખની વસતિ ધરાવતા શહેરોમાં નોઈડા પ્રથમ ક્રમે, નાના-મોટા 4500 સિટીના 14 કરોડ લોકોએ સ્વચ્છતા સર્વેમાં ભાગ લીધો
નવી દિલ્હી : સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ જાહેર થયું હતું. દેશભરના નાના-મોટા ૪૫૦૦ શહેર-ટાઉનના ૧૪ કરોડ લોકોએ ફેસ ટુ ફેસ, ઓનલાઈન સ્વચ્છતા એપ, માય ગવર્નમેન્ટ ને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. આ વર્ષે નવી રેકિંગ સિસ્ટમ લાગુ પાડવામાં આવી હતી. એ રેન્કિંગ પ્રમાણે ૫૦ હજારથી ત્રણ લાખની વસતિ ધરાવતા શહેરો, ત્રણ લાખથી દસ હજાર અને દસ હજારથી વધુ વસતિ ધરાવતા શહેરોનો સમાવેશ જુદી જુદી કેટેગરીમાં કરાયો હતો.