Man Raped Woman Victim Thrown Acid On Accused: બિહારનો ભોજપુર જિલ્લો એક ભયાનક કાંડથી હચમચી ઉઠ્યો છે. અહીં એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને પોતાની ભાભી સાથે દુષ્કર્મ આચરવું અને પીડિતા દ્વારા આરોપી પર એસિડ ફેંકવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સોમવારે રાત્રે ઉદવંતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. આરોપી મહેન્દ્ર સિંહ ઉર્ફે મહેન્દ્ર યાદવ જે તે જ ગામનો રહેવાસી છે. એસિડ હુમલામાં તેનો ચહેરો અને આંખો બળી ગઈ છે. પોલીસ કસ્ટડીમાં તેની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ માહિતી મળતાં જ FSLની ટીમ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઘરમાં ઘૂસી મહિલા પર દુષ્કર્મ આચર્યું
FSLની ટીમ ઘટનાસ્થળેથી સેમ્પલ એકત્રિત કરીને કેસની તપાસ કરી રહી છે. ઘટના અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતાનો પતિ દિલ્હીમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. તે તેના બે બાળકો સાથે ગામમાં રહે છે. સોમવારે રાત્રે તે તેના બાળકો સાથે ઘરમાં બેઠી હતી. ત્યારે આરોપીએ તેના ઘરમાં ઘૂસીને મહિલા પર દુષ્કર્મ આચર્યું. ઘટના બાદ ગુસ્સે ભરાયેલી પીડિતાએ ઘરમાં બોટલમાં રાખેલ એસિડ તેના ચહેરા પર ફેંકી દીધું. જેના કારણે આરોપીનો ચહેરો બળી ગયો.
આ પણ વાંચો: ‘છોકરીના છાતીના ભાગે અડવું અને પાયજામાનું નાડું ખેંચવું’ અંગેના અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ભડકી સુપ્રીમ કોર્ટ
FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્રિત કર્યા
ત્યારબાદ પીડિતા દ્વારા ઉદવંતનગર પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર સિંહ ઉર્ફે મહેન્દ્ર યાદવ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી લીધી. FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા હતા. બીજી તરફ SHO રામ કલ્યાણ યાદવે જણાવ્યું કે, દિયર દ્વારા ઘરમાં ઘૂસીને મહિલા પર દુષ્કર્મ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે. પીડિતાનું કોર્ટમાં કલમ 164 હેઠળ નિવેદન નોંધવામાં આવશે.