Kutch Missing Engineer Found Dead: ગુજરાતના કચ્છમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કચ્છના બેલા રણમાં ગુમ થયેલો ઈજનેર પાંચ દિવસ બાદ મૃત હાલતમાં મળી આવ્યો છે. રસ્તો ભૂલી જતા ઈજનેર ગુમ થયો હતો અને છેલ્લાં 5 દિવસથી તેની શોધખોળ ચાલુ હતી.
આ પણ વાંચોઃ તાપીમાં દુકાને સામાન લેવા ગયેલી 7 વર્ષની બાળકી પર 60 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, કચ્છના રાપર તાલુકામાં 6 એપ્રિલે સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સરવે માટે પહોંચેલી ઈજનેરની ટીમમાંથી ઈજનેર અર્બનપાલ ગુમ થઈ ગયો હતો. રસ્તો ભૂલી જવાના કારણે ગુમ થયેલાં ઈજનેરની છેલ્લાં પાંચ દિવસથી શોધખોળ થઈ રહી હતી. BSF સહિત 125 થી વધારે કર્મચારીની શોધખોળ છતાં કોઈ ભાળ મળી નહતી. વનવિભાગ સહિતની ટીમે ડ્રોન દ્વારા શોધખોળ હાથ ધરી છતાં કોઈ પતો લાગ્યો નહતો. ત્યારબાદ શુક્રવારે (11 એપ્રિલ) પોલીસ, BSF, વન વિભાગ તેમજ આસપાસના ગામના લોકોની શોધખોળ દરમિયાન બેલા નજીકના સુકનાવાંઢના રણમાં ઈજનેરનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ શિક્ષણમાં લાલિયાવાડી! HNGU યુનિવર્સિટીએ 2025ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછ્યું
હાલ, ઈજનેર અર્બનપાલના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અર્બનપાલનું કેવી રીતે ગુમ થયો અને તેનું મોત કેવી રીતે અને કયા કારણોસર થયું તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. હાલ, આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે.