Jamnagar : જામનગરમાં ગુલાબનગર નજીક સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં રહેતી વિપુલાબેન ભરતભાઈ પરમાર નામની 29 વર્ષની પરિણીતાએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને દહેજના કારણે પોતાને મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ ભરતભાઈ મનસુખભાઈ પરમાર તેમજ સસરા મનસુખભાઈ ચકુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવતીને તેણીના પતિ અને સસરા દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડા કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો અને માવતરેથી રોકડા રૂપિયા લઇ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હોવાથી આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જે મામલે મહિલા પોલીસ સ્ટેશનની ટીમેં દહેજ લરતી પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.