Jamnagar Attack on Sarpanch : જામનગર જીલ્લા પંચાયતના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ ઉપર હુમલાના પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે હુમલા તેમજ લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, તે પૈકીના મુખ્ય એક આરોપીને હથિયાર સાથે જામજોધપુર પોલીસે ઝડપી લીધો છે, જ્યારે અન્ય બે ની શોધખોળ ચલાવાઈ રહી છે.
જામનગર જીલ્લા પંચાયતના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા ઉપર ચૂંટણીનું મન દુઃખ રાખીને કુહાડી-લાકડી વડે હુમલો કરી તેઓનું હથિયાર લૂંટી લેવા અંગે બાલુભાઇ દેવાભાઈ મોરી, પ્રફુલ દેવાભાઈ મોરી તેમજ દિલાભાઈ દેવાભાઈ મોરી સામે પોલીસ ફરિયાદ નોંધાવા આવી હતી. જે ફરિયાદના બનાવ બાદ જામજોધપુરની પોલીસ ટુકડી હરકતમાં આવી હતી, અને જુદી જુદી ટીમો બનાવીને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમ્યાન ત્રણ પૈકીના મુખ્ય
આરોપી પ્રફુલ દેવાભાઈ મોરીની ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી ફરિયાદી સરપંચનું હથિયાર કબજે કરી લેવામાં આવ્યું છે. જે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરાતાં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચલાવાઇ રહી છે.