Tahawwur Rana: 26/11 મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડમાંથી એક તહવ્વુર હુસૈન રાણાએ દિલ્હીની સ્પેશ્યલ કોર્ટ પાસે માંગ કરી છે કે, તેના કેસમાં કોઈ એવો વકીલ ન હોય જે તેના દ્વારા નામ અને ખ્યાતિ બનાવવાનો પ્રયાસ કરે. ગુરૂવારે લગભગ 10 વાગ્યે રાણાની ઔપચારિક ધરપકડ બાદ તેને NIA (National Investigation Agency) દ્વારા પટિયાલા હાઉસ સ્થિત વિશેષ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ 20 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં પરંતુ, કોર્ટે 18 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ દરમિયાન રાણાની NIA ના મુખ્યાલયમાં પૂછપરછ કરવામાં આવશે.
તહવ્વુર રાણાએ કોર્ટને કરી વિનંતી
વિશેષ NIA ન્યાયાધીશ જસ્ટિસ જિત સિંહે પોતાના આદેશમાં કહ્યું કે, ‘આરોપીએ વિનંતી કરી છે કે, તેના કેસમાં એવો કોઈ વકીલ ન હોય જે કેસ દ્વારા પોતાનું નામ અને પ્રસિદ્ધિ હાંસલ કરવા માંગતો હોય. ભલે તે કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ, 1987 હેઠળ કાનૂની વકીલ નિયુક્ત કરવામાં આવ્યો હોય, તેમ છતાં આરોપીની માંગને સ્વીકાર કરવામાં આવે છે.’
આ પણ વાંચોઃ કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
કોર્ટે કર્યો નિર્દેશ
કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સરકારી વકીલ મીડિયા સાથે કોઈ વાતચીત નહીં કરે, ભલે તે પ્રિન્ટ, ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા કેમ ન હોય. આ સિવાય, જો વકીલોની જાણકારી પહેલાથી મીડિયાને જાણ નથી તો તે જણાવવામાં પણ નહીં આવે.
કોર્ટે પોતાના આદેશમાં એવું પણ કહ્યું કે, રાણાને પોતાના વકીલને નિર્દેશ આપવા માટે સોફ્ટ-ટિપ પેન અને કાગળ આપવામાં આવશે. જેથી તે ખૂદને નુકસાન ન પહોંચાડી શકે અને કાયદાકીય કાર્યવાહી સરળ રહે.
આ પણ વાંચોઃ સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી
NIA પ્રવક્તાએ આપી માહિતી
NIA ના પ્રવક્તાએ બપારે 2:10 વાગ્યે જાણકારી આપી કે, ‘રાણાને ઔપચારિક ધરપકડ બાદ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને 18 દિવસના રિમાન્ડ સાથે NIA ના મુખ્યાલયમાં રાખવામાં આવશે. જ્યાં એજન્સી 2008ના ભયાનક આતંકી હુમલા પાછળના કાવતરાનો પર્દાફાશ કરવા માટે પૂછપરછ કરવામાં આવશે. આ હુમલામાં 166 લોકો મોતને ભેટ્યા હતાં અને 238થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.’