First Look Release Of CM Yogi’s Biopic: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ ટૂંકસમયમાં રીલિઝ થવાની છે. સમ્રાટ સિનેમેટિક્સ બેનર હેઠળ નિર્મિત અજેયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી નો પ્રથમ લુક જાહેર થઈ ચૂક્યો છે. ફિલ્મમાં મુખ્યમંત્રીના બાળપણથી માંડી લીડરશીપ સુધીની સ્ટોરી દર્શાવવામાં આવી છે. આ બાયોપિકમાં યોગી આધિત્યનાથનો અભિનય અભિનેતા અનંત જોષીએ ભજવ્યો છે. તેમાં પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ (નિરહુઆ) પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.
CM યોગીની બાયોપિક
આ ફિલ્મમાં CM યોગી આદિત્યનાથના જીવનના તમામ પાસાંઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં તેમના શરૂઆતના દિવસો, નાથપંથી યોગી તરીકે સંન્યાસ લેવાનો નિર્ણય અને ઉત્તર પ્રદેશના સામાજિક-રાજકીય પરિમાણને ફરીથી આકાર આપનાર નેતા તરીકેનો તેમનો વિકાસ સામેલ છે. સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ ઋતુ મેંગી દ્વારા નિર્મિત અને મહારાણી 2 ફેમ રવિન્દ્ર ગૌતમ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના બેસ્ટ સેલિંગ પુસ્તક ‘ધ મોન્ક હૂ બિકેમ ચીફ મિનિસ્ટર’ પરથી પ્રેરિત છે. તેમાં ડ્રામા, ઈમોશન, એક્શન અને બલિદાનનો રોમાંચક સંગમ જોવા મળશે.
આ પણ વાંચોઃ મુસ્લિમ એક્ટ્રેસ સાથે સચિને કર્યા લગ્ન, એના માટે રોઝા પણ રાખે, અભિનેત્રી ઉજવે હોળી-દિવાળી
ક્યારે રિલીઝ થશે?
આ બાયોપિકમાં અનંત જોશીએ યોગી આદિત્યનાથનું પાત્ર ભજવ્યું છે, જ્યારે પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’, અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા સિંહ પણ ફિલ્મમાં જોરદાર અભિનય કર્યો છે. 2025માં વિશ્વભરમાં ગ્રાન્ડ રીલિઝ માટે સજ્જ આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે. ફિલ્મનું સંગીત મીત બ્રધર્સ દ્વારા આપવામાં આવ્યું છે, અને લેખન દિલીપ બચ્ચન ઝા અને પ્રિયંક દુબેએ સંભાળ્યું છે.
ફિલ્મ વિશે મેકર્સે શું કહ્યું?
સમ્રાટ સિનેમેટિક્સના પ્રોડ્યુસર ઋતુ મેંગીએ કહ્યું કે ‘યોગી આદિત્યનાથનું જીવન પડકારો અને ઉતાર-ચડાવથી ભરેલું છે. અમારી ફિલ્મ તેમના પ્રવાસને રસપ્રદ અને નાટકીય રીતે રજૂ કરે છે અને તે ઘટનાઓને જીવંત બનાવે છે. આકર્ષક કલાકારો અને મનમોહક વાર્તા સાથે, અમે આ પ્રેરણાદાયી ફિલ્મ વિશ્વભરના પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે ઉત્સુક છીએ. ફિલ્મ વિશે વાત કરતાં ડાયરેક્ટર રવિન્દ્ર ગૌતમે જણાવ્યું હતું કે, ‘અમારી ફિલ્મ આપણા દેશના યુવાનોને અવિશ્વસનીય રીતે પ્રેરણા આપશે, જેમાં ઉત્તરાખંડના એક સુંદર ગામના એક સામાન્ય મધ્યમ વર્ગના છોકરાની વાર્તા દર્શાવવામાં આવી છે, જે ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યના મુખ્યમંત્રી બને છે. તેમની યાત્રા નિશ્ચય, નિઃસ્વાર્થતા, વિશ્વાસ અને નેતૃત્વની છે અને અમે તેમને એક મહાન અનુભવ બનાવવા માટે સખત મહેનત કરી છે જે તેમના જીવન સાથે ન્યાય કરે છે.