Jamnagar News : રાજ્યની ઘણી-બધી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેતી સફાઈ કામ સહિતના અન્ય કામો કરાવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે જામનગરમાં એક સરકારી શાળાના વિદ્યાર્થીઓને મજૂરી કામ કરાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની રૂપાવટી પ્રાથમિક શાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શાળાના પટાંગણમાં નવ નિર્મિત બાંધકામ કરાયું છે, ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ પાણી પાઈપ લઈને બાંધકામના પીલરને પાણી પીવડાવવાનું કામ કરતાં નજર ચડ્યાં છે.
આ પણ વાંચો: સાબર ડેરીમાં ઘર્ષણનો કેસ: પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR
નવનિર્મિત બાંધકામના સ્થળે ચાર-પાંચ વિદ્યાર્થીઓ પીલરને પાણી છાંટી રહ્યા છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ પીલરના સળીયા આજુબાજુમાં જોવા મળે છે. તેવામાં કોઈ વિદ્યાર્થી સાથે દુર્ઘટના સર્જાઈ તો તેનું જવાબદારી કોણ રહેશે? આમ જોખમકારક જગ્યાએ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવાની ઘટનાને લઈને શાળાના આચાર્ય શિક્ષકો સામે અનેક સવાલો ઉઠ્યા છે.