Jamnagr Traffic Police : જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈકાલે અંબર ચોકડી વિસ્તારના ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ચાર મોટરકારમાં ડાર્ક ફીલ્મ લગાવેલી જોવા મળી હતી. જેથી ટ્રાફિક શાખાની ટીમે સ્થળ પર જ કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરી હતી, અને તેના ચાલક સામે દંડકીય કાર્યવાહી કરી હતી. તેમજ ચાર ફોરવીલમાં નંબર પ્લેટ લગાવેલી ન હોવાથી તે અંગે ટ્રાફિક નિયમન બદલના કેસ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય 16 ટુવ્હીલર સામે પણ ટ્રાફિક નિયમન ભંગ અંગેના કેસની કાર્યવાહી કરવામાં આવી હતી, અને તમામ વાહનચાલકો પાસેથી રૂપિયા 12,000 નો સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ટ્રાફિક શાખાના પી.આઇ. એમ.બી.ગજ્જરની સુચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ એન. પરમાર તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.