AC water usage : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ગરમીનો પ્રકોપ શરુ થઈ ગયો છે. અસહ્ય ગરમીથી બચવા માટે લોકો એસી, કુલર તેમજ અન્ય ઉપકરણોનો ઉપયોગ કરતાં રહે છે. પરંતુ મોટાભાગના લોકોએ ઘરમાં એસી ચલાવવાના શરુ કરી દીધું છે.
ACમાંથી નીકળતું પાણીનું સ્ટોરેજ કરી શકો છો
AC ચલાવવાની સાથે તેમાથી જે પાણી નીકળતું રહે છે. મોટાભાગના લોકો તેને વેડફી નાખે છે. જો તમે ઇચ્છો તો તે પાણીનું સ્ટોરેજ કરી શકો છો.
આ પાણીને પીવામાં ઉપયોગ કરી શકો છો
મોટાભાગના લોકો ACમાંથી નીકળતા પાણીને સામાન્ય રીતે ફેંકી દેતા હોય છે. પરંતુ તમને નવાઈ લાગશે પરંતુ તમે તેને પીવામાં ઉપયોગ કરી શકો છો.
અન્ય કામમાં પણ ઉપયોગ કરી શકાય છે
હકીકતમાં ACમાંથી નીકળતું પાણી ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે તેને પીવા ઉપરાંત અન્ય કામમાં ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ACમાંથી નીકળતાં પાણીને ઘરમાં વાસણ ધોવા, કપડાં ધોવા જેવા વિવિધ કામોમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
આ પાણીનો બેટરીમાં ઉપયોગ ન કરી શકાય : એક્સપર્ટ
ACમાંથી નીકળતા પાણીને બેટરીમાં નાખી શકાય કે નહીં, તો કેટલાક એક્સપર્ટ આ પાણીનો બેટરીમાં ઉપયોગ કરવાની ના પાડે છે, કારણ કે, બેટરી માટે Distilled Waterની જરુર હોય છે.