Amreli news: અમરેલી જિલ્લાના બગસરામાં સરકારી સિવિલ હોસ્પિટલનું સંપૂર્ણ નવીનીકરણ થઈ ગયું છે. જેનો 6 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હોસ્પિટલનું લોકાર્પણ ન કરવામાં આવતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરો અને નેતાએ સરકારને 15 દિવસમાં બગસરા સિવિલનું લોકાર્પણ કરવા અલ્ટિમેટ આપ્યું છે.
મળતી વિગતો અનુસાર, અમરેલીના બગસરા ટાઉનના જૂના સિવિલને ફરીથી નવીન બાંધકામ અને રંગરોગાન કરીને નવા વિભાગો હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેના 6 મહિના વીતી ગયા હોવા છતાં સરકારે આ સિવિલનું લોકાર્પણ કર્યું નથી. અમરેલીના સ્થાનિક AAP પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ સમગ્ર મામલે સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મોસમનો 51.09% વરસાદ નોંધાયો: કચ્છ જિલ્લો 58.46% સાથે મોખરે, દક્ષિણ ગુજરાતમાં 55.19%
‘નહીં તો AAP દ્વારા હોસ્પિટલનું લોકાર્પણ કરાશે…’
AAPના સ્થાનિક નેતાનું કહેવું છે કે, જો 15 દિવસમાં બગસરા સ્થિત સરકારી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવામાં આવશે. જેમાં બાળકીઓ અને શહેરના નાગરિકોના હસ્તે AAPના કાર્યકર્તાઓ સિવિલનું લોકાર્પણ કરીને બગસરા સિવિલ ખુલ્લું મૂકી દેવામાં આવશે.