માલ્ટાના પૂર્વ પ્રધાનમંત્રી ડો. જોસેફ મસ્કટે પારૂલ યુનિ.માં વિદ્યાર્થીઓને વૈશ્વિક નેતૃત્વ અને યુવાનોની ભૂમિકા ઉપર સંબોધન સાથે ઝડપથી વિભાજીત થઇ રહેલાં વિશ્વ તેમજ મજબૂત નેતૃત્વની રચનાની મહત્વતા અંગે તેમના વિચારો વ્યક્ત કર્યાં હતાં.
ડો. જોસેફ મસ્કટે પારૂલ યુનિવર્સિટીની મુલાકાત લઇને વિદ્યાર્થીઓને ગ્લોબલ લીડરશીપ ઇન અ ફ્રેગમેન્ટેડ વર્લ્ડ, રોલ ઓફ યુથ ઇન શેપિંગ અ રેઝિલિયન્ટ ફ્યુચર વિષય ઉપર સંબોધન કર્યું હતું. ગ્લોબલ ગવર્નન્સ સિરિઝ બેનર હેઠળ આયોજિત આ ચર્ચાસત્રમાં વિદ્યાર્થીઓને રાજકીય નેતા સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી. આ સત્ર બાદ ઇન્ટરેક્ટિવ સેશનમાં તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપ્યાં હતાં. ડો. મસ્કટની મુલાકાતે બંન્ને દેશો વચ્ચેના ગાઢ સંબંધને પણ દર્શાવ્યો હતો. પારૂલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, તેમનું સંબોધન વિદ્યાર્થીઓને વૈશ્વિક રાજકીય, નેતૃત્વ અને ઉભરતાં વિશ્વમાં ગવર્નન્સનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ પ્રદાન કરશે.