RBI PSL Rules 2025: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ-પીએસએલ)ના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નવો નિયમ એક એપ્રિલ, 2025થી લાગુ થશે. આ ગાઇડલાઇન્સ વર્તમાન જોગવાઈઓની વ્યાપક સમીક્ષા અને સંબંધિત સ્ટેકહોલ્ડર્સ પાસેથી પ્રાપ્ત પ્રતિક્રિયાઓના આધારે તૈયાર કરવામાં આવી છે. આ ફેરફારથી એમએસએમઈ, કૃષિ, રિન્યુએબલ એનર્જી, અફોર્ડેબલ હાઉસ અને નબળા વર્ગને આપવામાં આવતી લોનને વેગ મળશે.
PSL નિયમોમાં ફેરફાર
1. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનું કવરેજ વધારવાના ઉદ્દેશ સાથે હાઉસિંગ લોન સહિત અન્ય લોન મર્યાદામાં વૃદ્ધિ
2. રિન્યુએબલ કેટેગરીમાં લોન વર્ગીકૃત કરવાના માપદંડોનું વિસ્તરણ
3. અર્બન કો-ઓપરેટિવ બૅન્કો માટે કુલ PSL લક્ષ્ય સંશોધિત કરી તેમને ઓડિટેડ નેટ બૅન્ક ક્રેડિટ તથા ઑફ બેલેન્સ શીટ એક્સપોઝરના ક્રેડિટ સમતુલ્ય જે પણ વધુ હોય તેના 60 ટકા કરવામાં આવી છે.
4. નબળા વર્ગની કેટેગરી હેઠળ પાત્ર લોનધારકોની સંખ્યામાં વધારો કરવાની સાથે UCBs દ્વારા વ્યક્તિગત મહિલા લાભાર્થીઓને આપવામાં આવતી લોનની મહત્તમ મર્યાદા વધારવામાં આવી છે.
હાઉસિંગ લોન મર્યાદામાં વધારો
RBIએ સુધારેલી માર્ગદર્શિકામાં હાઉસિંગ લોનની મર્યાદા અને મકાન કિંમતમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. જ્યાં પહેલા બે કેટેગરી હતી, હવે RBIએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL) હેઠળ હાઉસિંગ લોન માટે ત્રણ કેટેગરી નક્કી કરી છે. આ પગલું વિવિધ આવક જૂથોમાં, ખાસ કરીને ટિઅર-IV/V/VI શહેરોમાં ઓછી કિંમતના/અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપશે.
સમારકામના કામો માટે લોન મર્યાદામાં વધારો
આરબીઆઈએ હવે જૂના કે જર્જરિત મકાનોના સમારકામ માટે ઉપલબ્ધ લોનની મર્યાદા વધારી છે. આ પગલું બૅન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ માટે સલામત અને વિશિષ્ટ ક્ષેત્રમાં લોનનું વિતરણ કરવાની નવી તકો ખોલે છે. વધુમાં, તે ઘરમાલિકોના નાણાંકીય તણાવમાં પણ ઘટાડો કરશે.
આ પણ વાંચોઃ શેરબજારમાં સાત દિવસની તેજી બાદ પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સમાં 800 પોઈન્ટનું ગાબડું, 281 શેર વર્ષના તળિયે
રિન્યુએબલ એનર્જીને વેગ
રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે લોન મર્યાદા રૂ. 30 કરોડથી વધારી રૂ. 35 કરોડ કરવામાં આવી છે. લોન મર્યાદા પહેલાંની જેમ જ રૂ. 10 લાખની રહેશે. આ પગલાંથી ભારતને 2030 સુધીમાં તેના 500 GW નોન-ફોસિલ ફ્યુલ અને 2070 સુધીમાં નેટ ઝીરો લક્ષ્યાંકને પહોંચી વળવામાં મદદ મળશે.
1 જુલાઈ, 2015ના રોજ, આરબીઆઈએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો વ્યાપ વિસ્તાર્યો હતો. લોનધારકો માટે રૂ. 15 કરોડ સુધીની લોન મંજૂર કરવામાં આવી છે. જેમાં સૌર ઉર્જા જનરેટર, બાયોમાસ આધારિત જનરેટર, માઇક્રો-હાઇડ્રલ પ્લાન્ટ્સ અને બિન-પરંપરાગત ઉર્જા (NCE) આધારિત સ્ટ્રીટ લાઇટ પબ્લિક લાઇટ રીલેક્શન જેવા કામો સંકળાયેલા છે.
નબળાં વર્ગો, ખેડૂતો અને શહેરી સહકારી બૅન્કોને મોટી રાહત
RBI દ્વારા પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL) માર્ગદર્શિકામાં કરાયેલા ફેરફારો અનુસાર કારીગરો અને મહિલા લાભાર્થીઓ માટે લોનની મર્યાદા રૂ. 1 લાખથી વધારી રૂ. 2 લાખ કરવામાં આવી છે. વધુમાં, ટ્રાન્સજેન્ડર અને જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ (JLG) સભ્યોને પણ હવે PSL માટેની પાત્રતામાં સામેલ કરવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રને પણ મોટી રાહત આપવામાં આવી છે – વેરહાઉસ રિસિપ્ટ સામે લોનની મર્યાદા વધારીને રૂ. 4 કરોડ કરવામાં આવી છે, જ્યારે ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPOs/FPCs) માટે લોન મર્યાદા રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવી છે. ઉપરાંત, અર્બન કોઓપરેટિવ બૅન્કો (UCBs) માટે PSL લક્ષ્યાંક 75%થી ઘટાડીને 60% કરવામાં આવ્યો છે.