પ્રેમી સાથે ભાગીને વડોદરા આવેલી યુવતીની પાછળ આવેલા પરિવારજનોએ મનાવવાનો પ્રયાસ કરતાં તાયફો થયો હતો.આખરે અભયમે સ્થિતિ સંભાળી હતી.
મધ્ય પ્રદેશને અડીને આવેલી ગુજરાતની બોર્ડર નજીકના નગરના યુવકને એક યુવતી સાથે પ્રેમ થતાં યુવતી વડોદરા આવી ગઇ હતી.બંને પ્રેમી વડોદરામાં હતા તે દરમિયાન યુવતીના પરિવારજનો પણ આવી જતાં ઉગ્ર માહોલ થાય તેવા સંજોગો સર્જાયા હતા.
યુવતીએ અભયમની મદદ લેતાં તેમણે યુવતીના પરિવારજનોને બંને પ્રેમી પુપ્ત વયના હોવાથી દબાણ નહિ કરવા માટે સમજાવ્યા હતા.તો બીજીતરફ યુવતીનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું.પરિવારજનો બંનેના લગ્ન કરાવવા તૈયાર હોવાથી યુવતી તેમની સાથે પરત ફરી હતી.