Pune Accident : મહારાષ્ટ્રના પુણેમાં એક જ સ્થળે ત્રણ કલાકમાં 10 અકસ્માતની ઘટના સામે આવી છે. રાહતની વાત એ છે કે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. સીસીટીવીમાં કેદ થયેલી અકસ્માતોની ઘટના સોશિયલ મીડિયામાં વારલ થઈ છે. હંમેશાની જેમ સ્થાનિક લોકોએ અકસ્માતને લઈ વહિવલટીતંત્રને જવાબદાર ઠેરવી છે.
મોટા-મોટા ખાડાના કારણે 10 અકસ્માત થયા
વાસ્તવમાં માવલા તાલુકાનાી દેહૂ-યેલવાડી રોડ પર 10 અકસ્માતો થયા છે. આ રસ્તા પર મોટા મોટા ખાડા હોવાના કારણે અહીંથી પસાર થતા અનેક વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિક લોકોએ અનેક વખત ખાડા પૂરવાની માંગ કરી છે, જોકે વહિવટી તંત્રએ રોડ બનાવવાના બદલે માત્ર માટીથી પુરાણ કરી દીધું છે, જેના કારણે રોડની સ્થિતિ વધુ બગડી ગઈ છે.
તંત્રએ ખાડામાં પૂરેલી માટી કિચ્ચડ બની જતા વાહનો લપસ્યા
રોડ પર તંત્રએ ખાડામાં પુરેલી માટી કિચ્ચડ બની ગઈ છે, જે આખા રસ્તા પર ફેલાઈ ગઈ છે. આ માર્ગ પરથી પસાર થતા ટુ-વ્હિલર વાહન ચાલકો એક પછી એક લપસી જઈને પડી જાય છે, જેમાં મોટાભાગના લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રથમ ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ બાઈક લઈને જતો હોય છે, ત્યારે રોડ પર લપસી જતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પાછળથી આવતા રિક્ષા ચાલકે અચાનક સાઈડ મારવાની નોબત ઉભી થાય છે અને તે સામેથી આવતા ટેમ્પા સાથે અથડાતા રહી જાય છે. અહીં થતા અકસ્માતના અનેક વીડિયો પણ વાયરલ થયા છે.