Ballistic Missiles : ભારતે આજે ગુરુવારે (17 જુલાઈ) બે સ્વદેશી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બંને મિસાઇલો ઓડિશા કિનારે સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી લોન્ચ કરવામાં આવી હતી. આ મામલે સંરક્ષણના સૂત્રો દ્વારા માહિતી આપી છે.
પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ
મળતી માહિતી મુજબ, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા આ ટ્રેનિંગ લોન્ચના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.