Land For Job Scam: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જમીનના બદલે નોકરી કૌભાંડમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એન.કોટિશ્વરની પીઠ આ મામલે 18 જુલાઈએ સુનાવણી કરી શકે છે.
29 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, કાર્યવાહી પર રોક લગાવવા માટે કોઈ નક્કર કારણ નથી. હાઈકોર્ટ યાદવની અરજી પર સીબીઆઈની નોટિસ જાહેર કરી અને સુનાવણી 12 ઓગસ્ટ માટે નક્કી કરી.