જાહેરમાં
મેડિકલ વેસ્ટ ફેંકવાને લઈ સ્થાનિકોમાં રોષ
હોસ્પિટલો
દ્વારા મેડિકલ વેસ્ટ રસ્તા પર ફેંકવામાં આવતા લોકોમાં ઈન્ફેક્શન ફેલાવાનો ડર
બગોદરા –
કોઈપણ બીમાર વ્યક્તિની તબીબ દ્વારા સારવાર કરવી પડે અને એના
માટે દવા, ઇન્જેક્શન વગેરેનો વપરાશ પણ થાય પણ કોઈ પણ દર્દીને
સારવાર બાદ જે મેડિકલ વેસ્ટ નીકળે એ સરકારી ગાઈડ લાઈન મુજબ તેનો નાશ કરવો પડે,
નહીં તો મેડિકલ વેસ્ટની આડ અસર થાય ત્યારે બાવળાના માધવ કોમ્પ્લેક્સ
સામે રોડ પરથી બાયો મેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો.
બાવળા
શહેરમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલો દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતો
હોવાનું સામે આવ્યું છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. તાજેતરમાં,
માધવ કોમ્પ્લેક્સની સામે જ કોટન, ઇન્જેક્શન
અને નીડલ સહિતનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવેલો મળી આવ્યો છે.
આ
પ્રકારે જાહેરમાં ફેંકવામાં આવતો મેડિકલ વેસ્ટ લોકોના સ્વાસ્થ્યને સીધી અસર કરી
શકે છે. જ્યાં કચરો ફેંકવામાં આવે છે,
ત્યાં મોટાભાગે પશુઓ પ્લાસ્ટિક આરોગતા જોવા મળે છે. જો આવા પશુઓને
કોઈ સોય વાગી જાય અથવા દવાની આડઅસર થાય તો તેની જવાબદારી કોની તે એક મોટો પ્રશ્ન
છે. આ મુદ્દે આરોગ્ય વિભાગ અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા તટસ્થ તપાસ
કરી, મેડિકલ વેસ્ટ ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે
તેવી માંગ ઉઠી છે. આ ગંભીર મુદ્દે તાત્કાલિક પગલાં ભરવામાં ન આવે તો ભવિષ્યમાં
લોકોના સ્વાસ્થ્ય પર વધુ ગંભીર અસરો જોવા મળી શકે છે.
આ જાહેર
રસ્તે રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે. અસંખ્ય રાહદારીઓ, ખેડૂતો, નાના બાળકો પસાર થતા હોય છે. ત્યારે આવા ઝેરી મેડિકલ વેસ્ટના કારણે લોકોના
આરોગ્ય માટે ખતરો ઉભો થાય એમ છે. ત્યારે સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બને અને આવું
ગેરકાયદેસર કૃત્ય કરનાર તત્વોને શોધી દંડનીય કાર્યવાહી થાય એ જરૃરી છે.