– જમ્મુમાં ભારે વરસાદ : અમરનાથ યાત્રા સ્થગિત
– રાજસ્થાનમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં શાળાના બાળકો ફસાયા
Weather news : બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાને કારણે 19 લોકોનાં મોત થયા છે તેમ મુખ્યપ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
વીજળી પડવાને કારણે સૌથી વધુ નાલંદામાં પાંચ, વૈશાલીમાં ચાર, બાંકામાં બે અને પટણામાં બેનાં મોત થયા છે. જ્યારે શેખપુરા, નવાડા, જેહાનાબાદ, ઔરંગાબાદ, જામુલ અને સમસ્તિપુર જિલ્લાઓમાં એક-એક વ્યકિતનું મોત થયું છે.