મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ ટૂંક સમયમાં જ થવાની શકયતાના નિવેદન અને ભારત સાથે કેટલા ટેરિફ પર ડિલ થશે એ મામલે સમીક્ષકો પોઝિટીવ અનુમાન મૂકી રહ્યા હોવા છતાં વૈશ્વિક સ્તરે ફરી ઈઝરાયેલ દ્વાર યુદ્વનો નવો મોરચો ખોલી સીરિયા પર હુમલો કરાતાં જીઓપોલિટિકલ ટેન્શન વધતાં અને કોર્પોરેટ પરિણામોની અસરે આજે ભારતીય શેર બજારોમાં ફંડો ફરી હળવા થયા હતા. ખાસ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વિપ્રો, ઈન્ફોસીસ સહિતના પરિણામોને લઈ આજે ફરી હેમરિંગ થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એક્સિસ બેંકના પરિણામ પાછલ સેલિંગ પ્રેશરે ફંડો વેચવાલ બન્યા હતા. સેન્સેક્સ ૩૭૫.૨૪ પોઈન્ટ ગબડીને ૮૨૨૫૯.૨૪ અને નિફટી ૫૦ સ્પોટ ૧૦૦.૬૦ પોઈન્ટ તૂટીને ૨૫૧૧૧.૪૫ બંધ રહ્યા હતા. અલબત ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની હકાલપટ્ટી કરવાની વાતને નકારતાં અને રિટેલ વેચાણના આંકડા પાછળ આજે વૈશ્વિક બજારોમાં રિકવરી જોવાઈ હતી.
આઈટી ઈન્ડેક્સ ૪૯૨ પોઈન્ટ ગબડયો : વિપ્રો રિઝલ્ટ બાદ ઘટયો : મેક્લિઓડ, ન્યુજેન, ટેક મહિન્દ્રા ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં આજે વિપ્રો લિમિટેડના એકંદર અપેક્ષાથી સારા પરિણામ છતાં ફંડોએ સાવચેતીમાં અન્ય આઈટી શેરોમાં હળવા થવાનું પસંદ કરતાં વ્યાપક ધોવાણ થયું હતું. મેક્લિઓડ રૂ.૯.૧૨ તૂટીને રૂ.૮૮.૧૨, ન્યુજેન રૂ.૬૭.૨૦ ઘટીને રૂ.૧૦૨૬.૫૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૫.૯૦ ઘટીને રૂ.૧૦૫૮.૯૫, ટેક મહિન્દ્રા રૂ.૪૪.૪૫ ઘટીને રૂ.૧૫૬૩.૫૦, વિપ્રો રૂ.૨.૪૫ ઘટીને રૂ.૨૬૦.૨૫, ન્યુક્લિયસ રૂ.૨૩.૦૫ ઘટીને રૂ.૧૧૧૮.૪૦, રામકો સિસ્ટમ રૂ.૭.૯૫ ઘટીને રૂ.૩૯૫, ઈમુદ્રા રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૮૦૩.૮૫, ટાટા એલેક્સી રૂ.૧૧૩.૪૫ ઘટીને રૂ.૬૧૯૬.૮૫, પર્સિસ્ટન્ટ રૂ.૯૫.૮૫ ઘટીને રૂ.૫૪૯૪.૫૦, ઈન્ફોસીસ રૂ.૨૫.૯૦ ઘટીને રૂ.૧૫૮૨.૭૦, બ્લેક બોક્સ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૩૮૭.૪૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૯૨.૦૭ પોઈન્ટ ગબડીને ૩૬૬૮૯.૦૪ બંધ રહ્યો હતો.
એક્સિસ બેંકના નબળા પરિણામે ઘટયો : ઈન્ડસઈન્ડ બેંક, બીઓબી ઘટયા : બેંકેક્સ ૩૨૬ પોઈન્ટ ઘટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ નબળા પરિણામોએ વેચવાલી કરી હતી. એક્સિસ બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો ચાર ટકા ઘટીને આવતાં અને એનપીએમાં પણ વધારો થતાં શેરમાં વેચવાલીએ રૂ.૭.૯૦ ઘટીને રૂ.૧૧૫૯.૮૫ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૪.૨૫ ઘટીને રૂ.૮૬૪.૮૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૮૦ ઘટીને રૂ.૨૪૬.૨૫ રહ્યા હતા. જ્યારે મુફિન રૂ.૨.૮૯ ઘટીને રૂ.૯૦.૫૫, મોનાર્ક રૂ.૮.૬૦ ઘટીને રૂ.૩૭૦.૭૦, મોબિક્વિક રૂ.૬ ઘટીને રૂ.૨૬૬.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૬.૬૭ પોઈન્ટ ઘટીને ૬૩૫૮૬.૮૧ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, એનએમડીસી, હિન્દાલ્કોમાં મજબૂતી
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી થઈ હતી. અમેરિકા સાથે ટ્રેડ ડિલમાં ભારતની નિકાસોને ખાસ અસર નહીં થવાની અને ચાઈના સામે એડવાન્ટેજ રહેવાની અટકળો વચ્ચે આજે ફંડો પસંદગીના શેરોમાં લેવાલ રહ્યા હતા. જિન્દાલ સ્ટીલ રૂ.૧૮.૨૦ વધીને રૂ.૯૪૯.૭૦, ટાટા સ્ટીલ રૂ.૨.૫૫ વધીને રૂ.૧૫૯.૮૫, એનએમડીસી રૂ.૬૯.૫૫, હિન્દાલ્કો રૂ.૭.૫૫ વધીને રૂ.૬૭૪.૪૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૯૧.૫૦ પોઈન્ટ વધીને ૩૧૩૨૪.૭૦ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ : કોહાન્સ, હેસ્ટર, કોન્કોર્ડ બાયો, થેમીસ મેડી, એસ્ટ્રાઝેનેકા વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. કોહાન્સ રૂ.૫૭.૬૦ વધીને રૂ.૧૧૨૦, હેસ્ટર બાયો રૂ.૮૫.૧૦ વધીને રૂ.૧૯૪૬.૪૫, કોન્કોર્ડ બાયો રૂ.૮૦.૦૫ વધીને રૂ.૧૯૧૮, થેમીસ મેડી રૂ.૨.૯૦ વધીને રૂ.૧૨૭.૪૦, એસ્ટ્રાઝેનેકા રૂ.૨૧૧.૦૫ વધીને રૂ.૯૩૭૪, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૧૪.૯૦ વધીને રૂ.૮૧૧, ્ગ્લેન્ડ ફાર્મા રૂ.૩૪.૨૫ વધીને રૂ.૨૦૦૫, ટોરન્ટ ફાર્મા રૂ.૪૮ વધીને રૂ.૩૫૧૦, લુપીન રૂ.૨૪.૨૫ વધીને રૂ.૧૯૫૪ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૨૬.૦૭ પોઈન્ટ વધીને ૪૫૪૦૯.૮૪ બંધ રહ્યો હતો.
અદાણી વિલમર પરિણામ પાછળ રૂ.૧૬ વધીને રૂ.૨૭૮ : પરાગ મિલ્ક, ગોદાવરી, વાડીલાલમાં તેજી
એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. અદાણી વિલમરના ત્રિમાસિક પરિણામમાં કૃષિ બિઝનેસની સારી કામગીરીના આકર્ષણે શેર રૂ.૧૫.૯૦ વધીને રૂ.૨૭૮.૨૫, પરાગ મિલ્ક ફૂડ રૂ.૧૩.૪૦ વધીને રૂ.૨૫૧.૧૫, ગોદાવરી બાયો રૂ.૧૫.૦૫ વધીને રૂ.૩૧૬.૫૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫૮.૪૫ વધીને રૂ.૫૪૭૫, ઝાયડસ વેલનેસ રૂ.૯૫.૬૫ વધીને રૂ.૨૧૦૦, અવન્તી ફીડ રૂ.૩૦.૫૦ વધીને રૂ.૭૫૨, પતંજલિ ફૂડ રૂ.૪૭.૪૦ વધીને રૂ.૧૯૦૯.૭૫ રહ્યા હતા.
ઓટોમોબાઈલ શેરોમાં આકર્ષણ જળવાયું : સોના બીએલડબ્યુ, બાલક્રિષ્ન, અપોલો, હીરો વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. સોના બીએલડબલ્યુ પ્રીસિઝન રૂ.૩૦.૮૦ વધીને રૂ.૪૮૬, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૩.૩૦ વધીને રૂ.૨૭૩૫.૧૦, અપોલો ટાયર રૂ.૩.૧૦ વધીને રૂ.૪૫૮.૩૦, હીરો મોટોકોર્પ રૂ.૨૪.૧૦ વધીને રૂ.૪૪૪૫.૬૦, આઈશર મોટર્સ રૂ.૨૮.૧૦ વધીને રૂ.૫૬૫૪.૫૦, બોશ રૂ.૧૨૦.૦૫ વધીને રૂ.૩૮,૫૮૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ છતાં ઘણા શેરોમાં ઉછાળે વેચવાલી : ૨૦૪૦ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આજે ફંડોની ખરીદીનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. અલબત ઘણા શેરોમાં ઉછાળે વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૯૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૦૭ અને ઘટનારની સંખ્યા ૨૦૪૦ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૩૬૯૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૮૨૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે ગુરૂવારે શેરોમાં કેશમાં રૂ.૧૧,૬૩૩.૦૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૫,૩૨૭.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૩૨૭.૩૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૮૨૦.૭૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૫૨૩.૩૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૦૨.૫૯ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૧ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૦.૮૭ લાખ કરોડ
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ ધોવાણ સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ખરીદીના આકર્ષણ રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં મર્યાદિત રૂ.૩૧ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૦.૮૭ લાખ કરોડ રહ્યું હતું.