Banaskantha News: બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ગઢ પોલીસની ટીમ મારામારીના ગુનામાં કોર્ટના પકડ વોરંટ બજાવવા ટોકરિયા ગામે ગઈ હતી. જ્યાં આરોપીઓ એકદમ ઉશ્કેરાઈને પોલીસ ટીમ પર લાકડી, ધારિયા વડે હુમલો કરી તેમજ પથ્થરો ફેંકીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી.
ગઢ પોલીસે બે આરોપીને ધરપકડ કરી
પાલનપુર બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્સ કોર્ટએ ક્રિમિલન કેસમાં પકડ વોરંટ બજાવવા ગઢ પોલીસની ટીમ ટોકરિયા ગામના શંકર ઉર્ફે પ્રકાશ ભીલ, રણછોડ ભીલ અને ગીતા ભીલના ઘરે પહોંચી હતી. જ્યા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસ ટીમને ગાળો આ આરોપીઓએ લાકડી અને ધારિયા વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગઢ પોલીસે ત્રણ આરોપી સામે હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદની 162 પાલિકામાંથી ફક્ત 26 જ કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી
આરોપીઓ સામે મારામારીનો કેસ ચાલે છે
ગઢ પોલીસ પર હુમલો કરનાર ટોકરિયા ગામના આરોપી પ્રકાશ ભીલ, રણછોડ ભીલ અને ગીતા ભીલ સામે અગાઉ મારામારીનો 1 ગુનો નોંધાયો હતો. જેનો કેસ પાલનપુરના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્સ કોર્ટમાં ચાલે છે. જેમાં આરોપીઓ મુદતે હાજર ન રહેતા કોર્ટે તેમનું પકડ વોરંટની ઈસ્યુ કર્યું હતું. જેની બજવણી કરવા જતા હુમલો કરાયો હતો.