– વાસદ- બગોદરા હાઈવે ઉપર અકસ્માત
– રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો : તારાપુરના બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ
આણંદ : વાસદ- બગોદરા હાઈવે પર પેટલાદ તાલુકાના નાર ગામની સીમમાં બોલેરો કારે ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રિક્ષામાં સવાર તારાપુરના બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પેટલાદ ગ્રામ્ય પોલીસે બોલેરો ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.