Stock Market Today: વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના કારણે શેરબજાર સળંગ બે સપ્તાહથી શુષ્ક છે. આજે સપ્તાહના અંતે સેન્સેક્સ આજે નજીવા ઘટાડે ખૂલ્યા બાદ એક તબક્કે 586.2 પોઈન્ટ ડાઉન થયો હતો. જે 10.40 વાગ્યે 515.72 પોઈન્ટના ઘટાડે 81743.52 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં 3 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
નિફ્ટી આજે 171.40 પોઈન્ટ તૂટી 24944.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 564 પોઈન્ટના કડાકે કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટી50માં ટ્રેડેડ 43 શેર ઘટાડા તરફી જ્યારે માત્ર સાત શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં.
માર્કેટ બ્રેડ્થ નેગેટિવ
સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી 27 શેર ઘટાડે અને 3 શેર સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3818 પૈકી માત્ર 1235 શેર જ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 2366માં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 146 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. એકંદરે શેરબજારમાં માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી છે.
બેન્કિંગ શેર્સમાં કડાકો
બેન્કિંગ શેર્સમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો તેમજ એફઆઈઆઈ દ્વારા મોટાપાયે વેચવાલીના પગલે બેન્કિંગ સ્ટોક્સ તૂટ્યા છે. બીએસઈ બેન્કેક્સ આજે 800થી વધુ પોઈન્ટ ગગડ્યો છે. બેન્કેક્સ પેકમાં ઈન્ડસઈન્ડ બેન્ક સિવાય તમામમાં 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
શેરબજારમાં ઘટાડાના કારણો