Mamata Govt Shocking Decision: કોલકાતામાં આ વર્ષે પશ્ચિમ બંગાળની ઉચ્ચતર માધ્યમિક (હાયર સેકન્ડરી) પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જેમાં 23 પાનાની ગાઇડલાઈન જાહેર કરાઈ છે. આ ગાઇડલાઈનમાં સૌથી મોટો બદલાવ રહેશે કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને ટોઇલેટ જવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે. જણાવી દઈએ કે, આ વખતે સેમ.3 ની પરીક્ષાનો સમય ફક્ત 1 કલાક 15 મિનિટનો હશે. આટલા ઓછા સમયના કારણે પરીક્ષા દરમિયાન ટોઇલેટ ન જવાનો હુકમ કરવામાં આવ્યો છે. ફક્ત ખૂબ જ ગંભીર સ્થિતિ (જેમ કે, મેડિકલ ઇમરજન્સી)માં જ વિદ્યાર્થીઓ ટોઇલેટ જઈ શકશે.
ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં બદલાવ
આ વર્ષે પહેલીવાર પરીક્ષા OMR શીટ પર આયોજિત થશે. ત્રીજા સેમેસ્ટરની આખી પરીક્ષા ઓએમઆર શીટ પર લેવામાં આવશે. અગાઉ, આ સંબંધિત નિયમ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, શિક્ષકોની કમીના કારણે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક પણ સુપરવિઝન કરી શકે છે. જોકે, તેમાં પ્રત્યેક માટે એક સ્થાયી શિક્ષક હોવો જરૂરી છે. કોઈપણ અસ્થાયી શિક્ષક પરીક્ષામાં સુપરવાઇઝર બની નહીં શકે.
આ પણ વાંચોઃ દિલ્હી બાદ બેંગલુરુમાં 40 શાળાઓને બોમ્બની ધમકી, ‘રોડકિલ’ નામક વ્યક્તિએ ઈમેલ કરી કહ્યું- તમે કોઈએ મને મદદ ન કરી
ટોઇલેટ જવાને લઈને બદલાવ
પરીક્ષાર્થીઓને ટોઇલેટ ન જવા દેવાના નિર્ણને લઈને ચર્ચા થઈ રહી છે, જે મુદ્દે એક વર્ગ તેનું સમર્થન કરે છે, તો અન્ય વર્ગ તેને વિદ્યાર્થીઓના હકની વિરોધમાં જણાવે છે. એવામાં ચાલો જાણીએ ડૉક્ટર અને વકીલ આ વિશે શું કહે છે.
શું કહે છે ડૉક્ટર?
પરીક્ષા દરમિયાન ટોઇલેટ ન જવા દેવા મુદ્દે ડૉક્ટરે જણાવ્યું કે, પરીક્ષાના સમયે બાળકોમાં ખૂબ તણાવ હોય છે. જ્યારે તેમને પહેલાથી જ ખબર હોય કે, ટોઇલેટ નહીં જવા દે તો તણાવ વધી જાય છે. જેના કારણે એંગ્ઝાઇટી, ગભરાહટ અને ફોકસ ન કરી શકવા જેવી તકલીફ પડી શકે છે. આ સિવાય જો કોઈ વિદ્યાર્થી વારંવાર ટોઇલેટ રોકે છે તો તેના બ્લેડરના મસલ્સ પર તેનો પ્રભાવ પડશે. ત્યાર બાદ યુરિનરી ટ્રેક્સ ઇન્ફેક્શન (UTI), બ્લેડરની કમજોરી તેમજ કિડની પર પણ તેની અસર થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને છોકરીઓ અને બાળકોમાં વધારે જોવા મળે છે. અમુક બાળકો એવા હોય છે, જેમને વારંવાર ટોઇલેટ જવું પડે છે. એવામાં કૉપી કરતા અટકાવવા માટે કોઈ અન્ય ઉપાય અપનાવવો જોઈએ.
આ પણ વાંચોઃ જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવા ઇનકાર
કાયદાકીય રીતે કેટલો યોગ્ય નિર્ણય?
કાયદાકીય રીતે આ નિર્ણય કેટલો યોગ્ય છે, તે વિશે જણાવતા એક વકીલ કહ્યું કે, પરીક્ષામાં ટોઇલેટ જવાનો ઈનકારનું કાયદો ક્યારેય સમર્થન નહીં કરે. પરીક્ષામાં આવા નિયમ ન હોય શકે. આ અમાનવીય છે અને આખો પરીક્ષા હૉલ ડિસ્ટર્બ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પરીક્ષાર્થીને ટોઇલેટ જવાની મંજૂરી ન મળે તો તેનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરીક્ષા બોર્ડ નિયમ બનાવી શકે છે, પરંતુ તે તાર્કિક હોવો જોઈએ ન કે મનસ્વી. જો પરીક્ષાનો સમય 30 મિનિટ અથવા તેનાથી ઓછું હોય તો મંજૂરી ન મળવાના એક કારણ પર પ્રતિબંધ લગાવી શકાય છે, પરંતુ જો પરીક્ષા 1 કલાક અથવા તેનાથી વધારે છે તો ટોઇલેટ જવાથી રોકવું ગેરકાયદે હશે. જો પરીક્ષા કેન્દ્ર પર નકલ થવાનો ડર હોય તો કોઈ સ્ટાફને સાથે મોકલવામાં આવે.