Vadodara : વડોદરાના માંડવી રોડ પર ચાપાનેર દરવાજા પાસે જય શ્રી જ્વેલર્સ નામની દુકાન ચલાવતા મુકેશ કેસરીમલ સોનીએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત ત્રીજી એપ્રિલે હું મારી દુકાને હાજર હતો તે દરમિયાન એક વ્યક્તિ ગ્રાહકના સ્વાંગમાં મારી દુકાને આવ્યો હતો. તેને સોનાની ચેનો જોવા માંગતા મે અલગ અલગ પ્રકારની ચેનો બતાવી હતી.
ગ્રાહકે બધી ચેનો હાથમાં રાખી જોઈ હતી અને હું પછી આવીને ચેન લઈ જઈશ તેમ જણાવી દુકાનેથી જતો રહ્યો હતો રાત્રે દુકાનનો સ્ટોક ચેક કરતા સમયે મને એક ચેન ઓછી હોવાનું જણાવ્યું હતું. 11.680 ગ્રામ વજનની 1.18 લાખ કિંમતની ચેન આરોપી લઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. હું સામાજિક કામ મારું કામ વ્યસ્ત હોવાથી હાલમાં ફરિયાદ આપવા આવ્યો છું.