CAFE 3 Norms India: કેન્દ્ર સરકાર હવે ફ્યુલ એફિશિએન્સી સંબંધિત નવો નિયમ CAFE 3 (કોર્પોરેટ એવરેજ ફ્યુલ એફિશિએન્સી) લાગુ કરી શકે છે. આ નિયમનો ઉદ્દેશ્ય માત્ર ઈલેક્ટ્રિક વાહનો અને ઈથેનોલ પર ચાલતા ફ્લેક્સ ફ્યુલ કારને પણ પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત દેશની ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવાનો, વાહનો દ્વારા થતા પ્રદૂષણને ઘટાડવાનો અને સ્થાનિક રીતે ઉત્પાદિત ઈથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે (17મી જુલાઈ) એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી.
સીએએફઈ શું છે?
અહેવાલો અનુસાર, CAFE (કોર્પોરેટ એવરેજ ફ્યુલ એફિશિએન્સી)ના નિયમ અનુસાર, કાર કંપનીઓ દ્વારા આખા વર્ષમાં વેચાયેલા પેસેન્જર વાહનોનું સરેરાશ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન નિર્ધારિત મર્યાદામાં રહેવું જરૂરી હોય છે. આ નિયમો કંપનીઓને વધુ ફ્યુલ એફિશિએન્સી વાહનો બનાવવા માટે દબાણ કરે છે. હાલમાં CAFE 2 નિયમો અમલમાં છે, જે માર્ચ 2027 સુધી માન્ય રહેશે. ત્યારબાદ એપ્રિલ 2027થી નવા CAFE 3 નિયમો લાગુ થશે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત
ઈલેક્ટ્રિક અને ફ્લેક્સ ફ્યુલ બંને સમાન હશે
હાલમાં લાગુ CAFE નિયમ ઈલેક્ટ્રિક વાહનોના માટે છે. પરંતુ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી કે નવા CAFE 3 નિયમ ઈલેક્ટ્રિક અને ફ્લેક્સ ફ્યુલ એન્જિન બંને માટે સમાન હશે. નોંધનીય છે કે, ફ્લેક્સ ફ્યુલ એટલે પેટ્રોલ અને ઈથેનોલના મિશ્રણમાંથી બનેલું ફ્યુલ. હાલમાં ભારતમાં E20 ફ્યુલ (20 ટકા ઈથેનોલ મિશ્રણ) ઉપલબ્ધ છે.
CAFE 3 માટે બેઠકો થઈ રહી છે
CAFE 3 ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે બુધવારે માર્ગ પરિવહન મંત્રાલય, ઊર્જા મંત્રાલય અને વડાપ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત, આ મહિનાની શરૂઆતમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.
CAFE 2 નિયમો શું છે?
ઉલ્લેખનીય છે કે, CAFE 2ના નિયમ હેઠળ 3,500 કિલોગ્રામથી ઓછા વજનવાળા તમામ પેસેન્જર વાહનો, પછી ભલે તે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઈલેક્ટ્રિક હોય, તેમનું સરેરાશ CO2 ઉત્સર્જન પ્રતિ કિલોમીટર 113 ગ્રામથી વધુ ન હોવું જોઈએ. આ સરેરાશ કોઈ એક મોડેલને નહીં પરંતુ કંપની દ્વારા વેચવામાં આવતા વાહનોને લાગુ પડે છે.