Rohit Pawar Viral Video: મહારાષ્ટ્ર વિધાનસભામાં થયેલી અથડામણનો વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન NCP (શરદ પવાર) જૂથના નેતા રોહિત પવાર અને પોલીસ સ્ટેશનમાં એક પોલીસકર્મી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હાલમાં આ દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોહિત પવાર જોર જોરથી બૂમો પાડીને પોલીસકર્મી પર આંગળી ચીંધી ધમકી આપતાં જોવા મળે છે. આ દલીલ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં થઈ હતી.
આ પણ વાંચો: ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવતા ગંભીર સંકટ આવી શકે છે’, OICમાં મુસ્લિમ દેશોની સામે પાકિસ્તાનની આજીજી
શું છે આખો મામલો
હકીકતમાં શરદ જૂથના એક સમર્થકને પોલીસે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, તેની સૂચના મળતા જ રોહિત પવાર તેના સાથીદાર જિતેન્દ્ર આવ્હાડ અન્ય સાથીદારો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો. આ દરમિયાન તેમણે આંગળી ચીંધીને પોલીસકર્મીને કહ્યું કે, હોશિયાર ન બનો, જો તમે નથી બોલી શકતા તો ના બોલશો. ત્યારે અન્ય અધિકારી ત્યાં ભેગા થયા અને કોઈએ રોહિત પોલીસકર્મી પર બૂમો પાડતો વીડિયો બનાવી દીધો અને હાલમાં તેને વાયરલ કર્યો છે.
आमच्या कार्यकर्त्यांना विनाकारण त्रास द्याल तर रोहित दादा,मा.आव्हाड साहेब लढायला तयार आहेत इथून पूढे पोलिसांचा वापर करून दडपशाही केली तर याच उत्तर असच मिळेल!@RRPSpeaks @Awhadspeaks pic.twitter.com/md5DnOnKOj
— yogesh sawant (@yogi_9696) July 18, 2025
આ પણ વાંચો: સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી’, RSS વડા મોહન ભાગવત
શેર કરાયો વીડિયો
આ વાયરલ વીડિયો NCP (SP) સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ યોગેશ સાવંત દ્વારા X પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતા તેમાં લખ્યું કે, જો તમે અમારા કાર્યકરોને કારણ વગર હેરાન કરશો, તો રોહિત દાદા (પવાર) અને (જિતેન્દ્ર) આવ્હાડ સાહેબ લડવા માટે તૈયાર છે. હવેથી, જો તમે અમને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરશો, તો આ પ્રકારનો જ જવાબ મળશે. તેના પર એક યુઝરે ટિપ્પણી કરી કે, તે કેવી રીતે બોલી રહ્યો છે? તે બીજા કોઈને સભ્યતાનો પાઠ ભણાવી રહ્યો છે. તેની ભાષાનું સ્તર શું છે? શું તે ધારાસભ્ય છે? એવું નથી કે રાજકારણ ગુંડાઓનું છેલ્લું સ્થાન છે. આવા લોકો રાજકારણમાં આવે છે અને મોટા પ્રમાણમાં પૈસા એકઠા કરે છે.