Jamnagar : જામનગર ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ દ્વારા ૐ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલી રાખડીઓ ખરીદી અને જામનગર શહેરના કોર્પોરેટર અને ભારત તિબ્બત સંઘના પ્રાંતના મહિલા વિભાગ સચિવ ડિમ્પલબેન જગતભાઈ રાવલ, કે જેઓ છેલ્લા દસ વર્ષથી સૈનિકોને રાખડીઓ મોકલી અને સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. તેવો ને આ રાખડી સુપરત કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્યમાં ભારત તિબ્બત સંઘની બહેનો પણ સહભાગી બની હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત સચિવ ડિમ્પલબેન જગતભાઈ રાવલ, અધ્યક્ષ પાયલ રાકેશ શર્મા, ઉપાઘ્યક્ષ ધારાબેન પુરોહિત, સભ્ય શ્રી ઓ મીનાક્ષીબેન રાયઠઠ્ઠા, ડિમ્પલબેન મહેતા કે જેઓ ૐ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક છે, તેમજ નીતાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.