Kanvad Yatri Beat Up CRPF jawan : ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર આજે શનિવારે (19 જુલાઈ) કાવડ યાત્રા પર ગયેલા કેટલાક યુવાનોએ CRPF જવાનને બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા માટે ટિકિટ ખરીદી રહ્યો હતો. આ દરમિયાન તેનો કેટલાક કાવડ યાત્રીઓ સાથે ઝઘડો થયો હતો.
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે, ‘વિવાદ વધતાં કાવડ યાત્રીઓએ જવાનને ઘેરી લીધો હતો અને રેલવે સ્ટેશન ફ્લોર પર સૂવડાવીને મારામારી કરી હતી. આ દરમિયાન જવાબ મદદ માટે કહેતો રહ્યો. તેવામાં ભીડમાંથી કેટલાક લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા.’
સમગ્ર ઘટના અંગે જાણ થતાંની સાથે રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને સ્થિતિની કાબૂમાં લીધી હતી. ત્યારબાદ મારામારી કરી રહેલા 5-7 લોકોની ધરપકડ કરી હતી. તમામ પર વિરુદ્ધમાં સરકાર કર્મચારીને માર મારવા, અભદ્ર વર્તન અને શાંતિનો ભંગ કરવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતી નેતા-વેપારીઓની વર્ષોથી મુંબઈ પર નજર: રાજ ઠાકરે, સરદાર પટેલ અંગે પણ વિવાદિત ટિપ્પણી
CRPF જવાન સાથે મારામારીની ઘટનાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર ઘટનાના વીડિયો અને સાક્ષીના આધારે અન્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જ્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.’