લીંબડી : લીંબડી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયના પરીપત્રો મુજબ લીંબડી નગરપાલિકા વિસ્તારમાં આવતી લીંબડીની સ્વનિર્ભર શાળા/સંસ્થાઓને નગરપાલિકા દ્વારા ટેક્ષમાં રાહત આપતો ઠરાવ કરી લીંબડીની શૈક્ષણિક સંસ્થાઓને આ લાભ મળે તેની પૂર્વ કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય તેમને આ અંગે યોગ્ય પગલાં લેવા અને ધટતુ કરવા નગરપાલિકાનાં હોદેદારોને શૈક્ષણિક સંસ્થાઓને લાભ મળતો થઈ જાય તે અંગે વહેલીતકે પગલાં લેવા સુચના આપી છે.
તે બદલ શાળાના સંચાલકોએ ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા નગરપાલિકાનાં પ્રમુખ રધુભાઈ પટેલ તથા સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રજૂઆતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – લીંબડી દ્વારા પ્રમુખ પ્રદયુમનસિંહ.જે.જાડેજા (ભાણુભા) તથા લાલાભાઈ બાંધણીયા, બકુલભાઈ ખાખી, ધર્મદિપસિહ રાણા, દલસુખભાઈ પટેલ, કિતદેવસિહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.