વડોદરા,સોફ્ટવેર એન્જિનિયર યુવતીનો સતત પીછો કરી અભદ્ર ઇશારા કરી હેરાન કરતા જિમ ટ્રેનરની સામે પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડયો છે.
૨૫ વર્ષની સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગોત્રી વિસ્તારમાં રહેતો વાસુ એક યુવતીનો પીછો કરી સતત હેરાન કરતો હતો. જેથી, યુવતીના પિતાએ તેને ઠપકો આપતા તેણે હેરાન કરવાનું બંધ કરી દીધું હતું. વાસુને એવું લાગ્યું કે, મારા પિતા તેને સપોર્ટ કરે છે. જેથી, તેણે મારો પીછો કરી હેરાન કરવાનું શરૃ કર્યુ હતું. તે મારા ઘરની સામે ઉભો રહે છે. હંુ જ્યારે પણ ઘરે આવું ત્યારે તે મને ખરાબ નજરે જોયા કરે છે. તેમજ અભદ્ર ઇશારા કરે છે. જે અંગે મારા પિતાએ વાસુના પિતાને જાણ કરતા વાસુ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. તે મારા પિતા પર ઉશ્કેરાઇ ગયો હતો અને મને કહેવા લાગ્યો હતો કે,તું બહાર નીકળ, હું તને બતાવું છું કે, હું તારી સાથે શું કરૃં છું ? તારા જેવી તો ૧૦ છોકરીઓને હું લઇને ફરૃં છું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી જિમ ટ્રેનર વાસુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.