Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગઢડા ગામમાં આવેલી એક વાડીમાં કચ્છથી આયાત કરીને ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, અને તેનો ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે ધ્રોલ પોલીસે ગઢડા ગામની સીમમાં આવેલી મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા દેવુભા જાડેજાની વાડીમાં દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમ્યાન વાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની 228 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને 64 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 3,14,400 નો દારૂ-બિયરનો જથ્થો કબજે કરી લીધો છે, અને મહેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લીધી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ ભચાઉ કચ્છમાં રહેતા રામદેવસિંહ ઝાલા નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરી તપાસનો દોર કચ્છ સુધી લંબાવ્યો છે.