Namaz And Navratri 2025 : ભાજપે રસ્તા પર નમાજ અદા કરવા મુદ્દે ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી સુધી મોરચો ખોલતાં રાજકીય ઘમસાણ શરુ થઈ ગયું છે. તાજેતરમાં જ સંભલ અને મેરઠમાં રસ્તા પર નમાજ અદા કરવા વિરુદ્ધ ફરમાન બહાર પડાયું હતું. તો હવે દિલ્હીમાં રસ્તા પર નમાજ અટકાવવાની તો યુપીમાં નવરાત્રિએ મીટનું વેચાણ અટકાવવાની માંગ કરવામાં આવી છે, જેના કારણે વિપક્ષોએ ભાજપ નેતાઓની માંગથી વાંધો ઉઠાવ્યો છે અને માંગને બંધારણની અવગણના કહી છે.
AAP ભાજપની માંગનો વિરોધ કર્યો
વાસ્તવમાં દિલ્હી ભાજપના અનેક ધારાસભ્યોએ રસ્તા પર થતી નમાજ અટકાવવાની માંગ કરી છે, જેનો આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ વિરોધ કરી ભાજપ (BJP) હિન્દુ-મુસ્લિમનું રાજકારણ રમી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.