Mahesana News : બાળકોમાં મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ જોખમરૂમ પરિણામ સાબિત થઈ શકે છે, ત્યારે સોશિયલ મીડિયા અને ફોનની લતથી બાળકોના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં અસર પડે છે. જ્યારે ગુજરાતના મહેસાણાની શાળાઓમાં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસણી કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં બાળકોમાં નંબરના ચશ્મા પહેરવાની સંખ્યા વધી રહી હોવાનું સામે આવ્યું છે.
મહેસાણામાં શાળામાં વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરતાં બાળકોમાં ચશ્માનું પ્રમાણ વધી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ વર્ષે 2.85 લાખથી વધુ બાળકોને ચકાસતા 4800થી વધુ બાળકોમાં 1થી 4 આંખોના નંબરમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગત વર્ષે 4100થી વધુ બાળકોને ચશ્મા આવ્યા હતા. જેમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી આંખોમાં નંબર આવે છે, કેટલાક અંશે નજીકની વસ્તુઓ સાફ અને દૂરની વસ્તુઓ ધૂધળી દેખાવાથી માયોપીયા જેવી બીમારી થવાની શક્યતા રહે છે.
આ પણ વાંચો: દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર
જ્યારે નિષ્ણાત ડૉક્ટરોનું કહેવું છે કે, બાળકો કસરત કે શારીરિક શક્તિનો ઉપયોગ ન કરવાથી તેમનામાં જલ્દીથી બીમારી ઘર કરી બેસે છે. જ્યારે ડિજિટલ યુગમાં વધુ પડતો સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી બાળકોની આંખો સહિત તેમના મગજમાં અસર પહોંચે છે.