અમદાવાદ,મંગળવાર
ઝુકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે કહેવતને યથાર્થ કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બાપુનગરમાં રહેતા યુવકને બર્ગરકિંગની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને સાયબર ગઠિયાએ તેની પાસેથી રૃા.૨.૬૫ લાખ પડાવ્યા હતા અને અમેરિકાની કંપનીના બોગસ ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં બિઝનેશમાં ઇનવેસ્ટ કરવાનું યુવકને ભારે પડયું ઃ રૃપિયા મેળવ્યા પછી અમેરિકાની કંપનીના બોગસ ડોક્યુમેન્ટ મોકલ્યા ઃ બાપુનગર પોલીસ સ્ટેશનમાંં ફરિયાદ
બાપુનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સચીન દિક્ષિત નામની અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કેતા. ૧૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ તેઓ ઘરે હતા ત્યારે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનું પ્લાન કરતા હતા. જેથી ઓનલાઇન બર્ગરકિંગની ફ્રૂડ ફ્રેન્ચાઇઝી લેવા સર્ચ કર્યું હતું. જેમાં અલગ અલગ પાંચ લિંક મળી આવતા એક લિંક ઉપર એપ્લાય કરી હતી.
૧૦ દિવસ પછી અજાણ્યા નંબર ઉપરથી સચિન દિક્ષિત નામથી ફોન આવ્યો હતો તમે ફ્રેન્ચાઇઝી લેવા એપ્લાય કરેલું તેમાં એપ્રુવલ આપવા ફોન કર્યો છે તેમ કહ્યું હતું. ત્યારબાદં તમે ફ્રેન્ચાઇઝી લેવા એપ્લીકેશન ફી પેટે રૃા.૨.૬૫ લાખ આપશો તો કંપનીના ફ્રેન્ચાઇઝી ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટ મોકલી આપીશશું તેમ કહ્યું હતુ, જેથી યુવકે ઓનલાઇન રૃપિયા ટ્રાન્સફર કરતા આરોપીએ બનાવટી રિસિપ્ટ પણ મોકલીને બે દિવસ બાદ ડોક્યુમેન્ટ મોકલવાનું કહીને મોકલ્યા ન હતા. એટલું જ નહી બીજા વધારાના રૃપિયાની માંગણી કરતો હતો. જેને લઇને યુવકે રૃપિયા પરત માંગવા ફોન કરતા બંધ આવતો હતો.