– એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ટ્રેક્ટર કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે
– પ્રીસિઝન ફાર્મિંગ માટે વિકસાવાયેલી ટેકનોલોજી ખેડૂતોને ખેતી વિષયક કામો સરળતાથી કરી આપી ઉત્પાદન વધારશે
લુધિયાણા : ઇલોન મસ્કની વીજ સંચાલિત કાર બનાવતી કંપની ટેસ્લાનો નવો શો રૂમ મુંબઇમાં ખૂલ્યો તેના બધાં વખાણ કરી રહ્યા છે પણ પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિષ્ણાતોએ એઆઇ સંચાલિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવું ટ્રેકટર વિકસાવ્યું છે જે ખેતીકામને એક નવી જ ઉંચાઇએ લઇ જશે. વાઇસ ચાન્સેલર સતબીર સિંહ ગોસલે જણાવ્યું હતું કે એકવાર ખેડૂત જરૂરી માહિતી આપે કે ટ્રેકટર વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડવું, વાવણી અને અન્ય ખેતીના કામ આપોઆપ કરી લે છે. જેને કારણે કૃષિ ઉત્પાદન વધે છે, થાક ઘટે છે અને શ્રમની જરૂરિયાતમાં ૪૦ ટકાનો ઘટાડો થાય છે.