– આઇસીઆઇસીઆઇના પૂર્વ સીઇઓએ લોન આપી હતી
– વિડીયોકોનને અપાયેલી લોન ડૂબી જતાં ICICI બેન્કને મોટું નુકસાન થયું : એપેલેટ ટ્રિબ્યુનલ
નવી દિલ્હી : એપેલેટ ટ્રિબ્યુનલે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરને વિડીયોકોન ગુ્રપને રૂ.૩૦૦ કરોડની લોન મંજૂર કરવાના બદલામાં રૂ.૬૪ કરોડની લાંચ લેવા બદલ દોષિત ઠેરવ્યા છે. ૩, જુલાઈના રોજ આપેલા વિગતવાર આદેશમાં, ટ્રિબ્યુનલે ચૂકાદો આપ્યો હતો કે, ચૂકવણી કોચરના પતિ દીપક દ્વારા વિડીયોકોન સાથે સંકળાયેલી કંપની દ્વારા કરવામાં આવેલી ‘ક્વિડ પ્રો ક્વો’નો સ્પષ્ટ કેસ હતો.