– લોનની શરતોનું ઉલ્લંઘન થયું, નાણાંના ઉપયોગમાં અનિયમિતતા : સેન્ટ્રલ એજન્સીમાં કેસ સોંપાયો
અમદાવાદ : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ, એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જોખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે. આ પછી ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ, બેંકે રિઝર્વ બેંકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી અને હવે સીબીઆઈ પાસે આ મામલે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મસમોટું દેવું છે.