Gujarat ATS arrested a terrorist : ગુજરાત ATSએ આતંકવાદી મૉડ્યૂલનો પર્દાફાશ કરતા ચાર લોકોની ધરપકડ કરી છે. ગુજરાત ATS લાંબા સમયથી વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની ટીમે નકલી ભારતીય ચલણી નોટ મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. તેમજ અલકાયદાના આતંકવાદી મોડલ સાથે સંકળાયેલા ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા ફેલાવવાની કામગીરી કરતાં હોવાનું જાણવા મળ્યુ છે.
ગુજરાત ATSની આતંકવાદ વિરૂદ્ધમાં મોટી કાર્યવાહી
ગુજરાત ATSની ટીમે અલકાયદા AQIS સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીમાં ગુજરાતના 2, દિલ્હી અને નોયડા 1-1 હોવાનું સામે આવ્યું છે. જેમાં બનાવટી નોટ રેકેટના 1 આરોપીની પણ ધરપકડ કરાઈ છે. વોટ્સએપ ગ્રુપ પર ચેટિંગ કરીને તે બાકી લોકોને પણ જોડતા હતા. ગુજરાત ATSની ટીમ લાંબા સમયથી આ લોકો પર વોચ રાખી રહી હતી. ગુજરાત ATSની તપાસમાં આ મામલે વધારે ખુલાસા થઇ શકે છે.